Sunday, May 10, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઓપરેશનની સિંદૂરને બિરદાવવા મોરબીમાં ભાજપ દ્વારા કાલે ગુરુવારે તિરંગા યાત્રા

ઓપરેશનની સિંદૂરને બિરદાવવા મોરબીમાં ભાજપ દ્વારા કાલે ગુરુવારે તિરંગા યાત્રા

મોરબી : જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં આંતકવાદીઓ દ્વારા
નિર્દોષ પર્યટકોની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ઓપરેશન સિંદૂર હેઠળ આપણી સેના દ્વારા બદલો લેવામાં આવ્યો હતો. આ ઓપરેશનના લીધે પાકિસ્તાનના આંતકવાદી અને સંરક્ષણ કેન્દ્રોને ભારી નુકસાન થયેલ છે.આપણા સશસ્ત્ર દળો અને વડાપ્રધાનના દ્રઢ નેતૃત્વના સન્માન માટે મોરબીમાં કાલે ગુરુવારે તિરંગા યાત્રા યોજવામાં આવશે

આ તિરંગા યાત્રામાં સરદાર પટેલના સ્ટેચ્યુ, નવા બસ સ્ટેન્ડ ખાતે સવારે ૮:૪૫ કલાકે બધા એકત્ર થશે. ૯ વાગ્યે યાત્રા શરૂ થશે. જે રામ ચોક, જુના બસ સ્ટેન્ડ, નગર દરવાજા, મહાનગરપાલીકા, બાપા સીતારામ ચોક થઈ નવા બસ સ્ટેન્ડએ પૂર્ણ થશે. આ બાઈક રેલી હોવાથી પોતાનું બાઈક કે મોટરસાયકલ લઈને આવવાનું રહેશે. આ તિરંગા યાત્રામાં વધુમાં વધુ મોરબીવાસીઓ જોડાય તેવી મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા દ્વારા અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments