Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના બધુંનગર નજીક ભાડાની દુકાનમાં ગાંજાનું વેચાણ કરતો શખ્સ ઝબ્બે

મોરબીના બધુંનગર નજીક ભાડાની દુકાનમાં ગાંજાનું વેચાણ કરતો શખ્સ ઝબ્બે

મોરબી : મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર બંધુનગર નજીક એક કોમ્પ્લેક્સના દુકાનમાં ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે એસઓજી પોલીસ ટીમે દરોડો પાડી વાંકાનેરના લક્ષ્મીપરામા રહેતા શખ્સને સવા કિલો ગાંજા સાથે ઝડપી લીધો હતો.આરોપીની પૂછતાછમાં ગાંજાના સપ્લાયરનું નામ પણ સામે આવતા હાલમાં પોલીસે બન્ને વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં એનડીપીએસ એકટ મુજબ ગુંન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી ટીમને વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર બંધુનગર નજીક એક કોમ્પ્લેક્સમા ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમી મળતા ગતરાત્રીના દરોડો પાડી આરોપી અકિલ ઉર્ફે અલ્ફેજ અલીમામદ માણેકીયા રહે.લક્ષ્મીપરા, વાંકાનેર વાળાને ઝડપી લઈ દુકાનમાં રાખેલી સેટીમા છુપાવેલ 1.267કિલોગ્રામ ગાંજો કિંમત રૂપિયા 12,670 કબ્જે કરી આરોપીનો આઈફોન મોબાઈલ, વજનકાટો તેમજ રોકડા રૂપિયા 2100 સહિત કુલ રૂપિયા 30,070નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આરોપીની પૂછતાછમાં ગાંજાનો આ જથ્થો વાંકાનેરના લક્ષ્મીપરામાં રહેતા જુનેદ માંડલિયા પાસેથી વેચાણ કરવા માટે ખરીદ્યો હોવાનું કબુલતા પોલીસે જુનેદને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં એનડીપીએસ એકટ મુજબ ગુંન્હો રજીસ્ટર કરાવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી ભાડાની દુકાનના ગાંજો વેચતો હતો અને આ દુકાનમાં કાયદેસરનું વીજ જોડાણ પણ ન હોય લંગરિયા નાખી વીજ ચોરી કરતો હોવાનું સામે આવ્યું છે.

આ સફળ કામગીરી માં એસ.ઓ.જી પી.આઈ એન.આર.મકવાણા, એ.એસ.આઇ મુકેશભાઇ જોગરાજીયા, મદારસિંહ મોરી, મનસુખભાઇ દેગામડીયા તથા પો.હેડ કોન્સ. જુવાનસિંહ રાણા તથા પોલીસ કોન્સ્ટેબલ કમલેશભાઇ ખાંભલીયા તથા તથા અંકુરભાઇ ચાંચું તથા અશ્વિનભાઇ વિગેરે જોડાયેલ હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments