Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારા નજીક બેકાબુ કાર કેબિનમાં ઘુસી બે બાઇકને ઠોકરે ચડાવ્યા

ટંકારા નજીક બેકાબુ કાર કેબિનમાં ઘુસી બે બાઇકને ઠોકરે ચડાવ્યા

ટંકારા : ટંકારાના હરબટીયાળી નજીક હાઇવે ઉપર આજે એક કારે કેબિનમાં ઘુસી અનેક સામાનને અને બે બાઇકને હડફેટે લીધા હતા. પણ સદભાગ્યે જાનહાની સહેજમાં ટળી હતી.

ટાટા નેક્સોન કાર મોરબીથી રાજકોટ તરફ જઈ રહી હતી. તે વેળાએ ટંકારાના હરબટીયાળી ગામના પાટિયા પાસે જીવાપર ગામ જવાના ખુણા પાસે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર એક કેબિનમાં ઘુસી હતી. જ્યાં ઘણો સામાન કારે હડફેટે લીધો હતો. આ સાથે બે બાઇક ત્યાં પડ્યા હતા તેને પણ હડફેટે લીધા હતા. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાની ન થતા લોકોએ હાંશકારો અનુભવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments