Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં યુવકને ઘરબેઠા રૂપિયા કમાવવાની લાલચ ભારે પડી, 20.75 લાખની ઠગાઈ

મોરબીમાં યુવકને ઘરબેઠા રૂપિયા કમાવવાની લાલચ ભારે પડી, 20.75 લાખની ઠગાઈ

મોરબી : મોરબીમાં લોન કન્સલ્ટન્સીનો વ્યવસાય કરતા યુવકને ઘરેબેઠા લાખો કમાવવાની લાલચ ભારે પડી હતી. જેમાં ઠગબાજોએ લોન કન્સલ્ટન્સીનો વ્યવસાય કરતા યુવકને ઘરેબેઠા લાખો કમાવોની લાલચ આપીને શિશામાં ઉતાર્યો હતો. અજાણ્યા શખ્સોએ યુવકને ઘરબેઠા રૂપિયા કમાવવાની લોભામણી લાલચ આપી અલગ અલગ બહાના હેઠળ રૂ. ૨૦,૭૫,૭૧૩ પડાવી પરત ન આપતા ઠગાઈની સાયબર ક્રાઇમમાં ફરીયાદ નોંધાઈ છે.

મોરબીના પંચાસર રોડ પર આવેલ પ્રમુખ સ્વામી પાર્ક -૨ સંગાથ પેલેસ -૨ ફ્લેટ નં -૬૦૧ મા રહેતા અને લોન કન્સલ્ટન્ટનો ધંધો કરતા હાર્દીપકુમાર ગણેશભાઈ પનારા (ઉ.વ.૨૮) એ અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમમાં રૂ. ૨૦,૭૫,૭૧૩ ઓનલાઈન ફ્રોડની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ઓનલાઈન ભેજાબાજોએ યુવાનનો ઓનલાઇન જોબ વર્ક આપવાની વ્હોટસએપ ટેલીગ્રામથી સંપર્ક કેળવી વાતચીત કરી તેમને ઘરેબેઠા રૂપીયા કમાવવાની લોભામણી લાલચ આપી હતી. આથી યુવાનને ઘરેબેઠા લાખો કમાવવાની લાલસા જાગી હતી. જો કે, શરૂઆતમાં ભેજાબાજોએ યુવકનો વિશ્વાસ કેળવવા કામ પુરૂ કરતા ફરીયાદીને કામના થતા રૂપિયા તેમના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા.આથી યુવકને ભરોસો બેઠો હતો અને આરોપીઓ જેમ કહેતા એ મુજબ તેઓ પૈસા જમા કરાવતા ગયા હતા. આ રીતે ભેજાબાજોએ વિશ્વાસ કેળવી અલગ અલગ બહાના હેઠળ યુવક પાસેથી કુલ રૂ.૨૦,૭૫,૭૧૩ પાસે રોકાણ કરાવ્યું હતું. આ રોકાણ કરેલા પૈસા તેઓએ પરત માંગતા આજદિન સુધીમાં પાછા મળ્યા ન હતા. લેણા થતા રૂપીયા યુવકને આજ દિન સુધી પરત નહી મળતા તેઓ સાથે વિશ્વાસધાત છેતરપીંડી થઈ હોવાનું માલુમ પડતા આ અંગે તેઓએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments