Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જલારામ મંદિર ખાતે તા.4 જૂને વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

મોરબી જલારામ મંદિર ખાતે તા.4 જૂને વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

અત્યાર સુધીના 32 કેમ્પ મા કુલ 10115 લોકોએ લાભ લીધો. 4575 લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા છે

મોરબી : મોરબીના સ્વ.છબીલદાસ કરમશીભાઈ કોટેચા પરિવારના સહયોગથી આગામી તા. 4 જૂનને મંગળવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે.

આ કેમ્પમાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવશે. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામાં આવશે.

ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી મો.નં. 98250 82468, નિર્મિતભાઈ કક્કડ મો.નં. 99988 80588, હરીશભાઈ રાજા મો.નં. 98792 18415, અનિલભાઈ સોમૈયા મો.નં. 85110 60066 પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમાં જણાવ્યુ છે.અત્યાર સુધીમાં મોરબી ખાતે 32 માસ દરમિયાન યોજાયેલ કેમ્પનો કુલ 10115 લોકોએ લાભ લીધો હતો. તેમજ 4576 લોકોના વિનામુલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments