Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં અધ્યયન મંડળ દ્વારા 22 મીએ બોદ્ધિક વર્ગ યોજાશે

મોરબીમાં અધ્યયન મંડળ દ્વારા 22 મીએ બોદ્ધિક વર્ગ યોજાશે

મોરબી : અધ્યયન મંડળ મોરબી દ્વારા તારીખ 22 મેના દિવસે રાત્રે 9-15 કલાકે મોરબીના નવા હાઉસિંગ બોર્ડ ખાતે આવેલા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે વિવિધ સંવત, તેની મહત્ત્વતા અને વહેવારિકતા વિષય પર એક બૌદ્ધિક વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. હિન્દુ સંવત્સર મહિનાના દર ચોથા ગુરુવારે અધ્યયન મંડળ મોરબી દ્વારા રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી સમાજ જીવનને સ્પર્શતા વિવિધ વિષયોનું તાત્વિક અને વ્યાવહારિક અધ્યયન, અનુસંધાન અને સાહિત્ય નિર્માણ થાય તેવા ઉદ્દેશથી એક બૌદ્ધિક વર્ગનું આયોજન કરવામાં આવે છે.

વૈશાખ વદ 10, તારીખ 22 મેના માસિક બૌદ્ધિક વર્ગમાં ભારતની પ્રાચીન, વિશ્વની શ્રેષ્ઠ અને વૈજ્ઞાનિક કાલગણના પદ્ધતિ વિવિધ સંવત અને તેની મહત્ત્વતા અને વહેવારિક ઉપીયોગીતા વિષય પર અધ્યયન મંડળના સંયોજક ડો. જયેશભાઈ પનારા વક્તવ્ય આપશે. દર મહિને વિવિધ વિષયોના નિષ્ણાત વક્તાઓને આમંત્રણ આપીને રાષ્ટ્રના આ સંક્રમણ સમયે વૈચારિક યુદ્ધમાં કઈ રીતે બચવું અને કેવી તૈયારી કરવી વગેરે ચર્ચા કરવામાં આવે છે. મોરબીના અધ્યયનશીલ લોકો તથા રસ ધરાવતા લોકોને આ અધ્યયન મંડળમાં જોડાવવા સંયોજક ડો. જયેશભાઈ પનારા, સહ સંયોજક વિજયભાઈ રાવલ અને કમલેશભાઈ અંબાસણા દ્વારા વિનંતી કરવામાં આવે છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments