મોરબી : ABVP મોરબી દ્વારા 5 જૂન “પર્યાવરણ દિવસ” નિમિત્તે યોજાનાર ” નમામિ દેવી મચ્છુ ” સફાઈ ઝુંબેશનું ડેપ્યુટી કમિશનરના હસ્તે પોસ્ટર વિમોચન કરવામાં આવ્યું હતું.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા અગામી તારીખ 5 જૂન એટલે કે ” પર્યાવરણ દિવસ ” નિમિત્તે SFD અંતર્ગત ” નમામિ દેવી મચ્છુ ” સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ યોજાનાર છે. જેનુ આજ રોજ ડેપ્યુટી કમિશનર સંજયભાઈ સોનીના હસ્તે પોસ્ટર વિમોચન કરવામાં આવ્યું હતું.
નમામિ દેવી મચ્છુ સફાઈ ઝુંબેશમાં જોડાવા માટે જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જોડાવવા માટે પોસ્ટર પર આપેલ QR કોડ સ્કેન કરી અથવા આપેલ લિંક પર ક્લિક કરી આપનું નામ રજિસ્ટ્રેશન કરી શકશો. કાર્યક્રમનો સમય તારીખ 5 જૂન સાંજે 05:00 વાગ્યાનો રહેશે.
” આવો સૌ સાથે મળીને મોરબીને સ્વચ્છ બનાવીએ.”
આવો સૌ સાથે મળીને મચ્છુ નદીને પવિત્ર બનાવીએ.”
રજીસ્ટ્રેશન લિંક :-
https://docs.google.com/forms/d/1vcLnZc4tywH92uHbUydKT181yNFz80QCDTxCcfoXVgY/edit?hl=en-GB&pli=1












