વાંકાનેર : વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા વૃદ્ધે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટીમાં રહેતા રમેશચંદ્ર મણિલાલ કારીયા ઉ.વ. 60 નામના વૃદ્ધે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેમનું મોત નીપજ્યું હતું.આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.










