Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના લાતીપ્લોટમાં દારૂ - બિયર ઝડપાયો, આરોપી ફરાર

મોરબીના લાતીપ્લોટમાં દારૂ – બિયર ઝડપાયો, આરોપી ફરાર

મોરબી : મોરબી શહેરના લાતીપ્લોટ વિસ્તારમાં આવેલ સાવરના તળાવ કાંઠેથી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે વિદેશી દારૂ અને બિયરનો જથ્થો રેઢી હાલતમાં ઝડપી લઈ દારૂ બિયરનો જથ્થો છુપાવનાર આરોપીની ઓળખ મેળવી આરોપીને ફરાર જાહેર કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે લાતી પ્લોટ 8મા રહેતા આરોપી અસલમ હાજીભાઈ ખોડ નામના શખ્સે સાવરના તળાવ કાંઠે દારૂ – બિયરનો જથ્થો છુપાવી વેચાણ ચાલુ કર્યું છે. જે બાતમીને આધારે દરોડો પાડતા તળાવકાંઠેથી ટ્યુબર્ગ બિયરના 72 ટીન અને ગ્રાન્ડ અફાયર બ્રાન્ડ વિદેશી દારૂની 36 બોટલ મળી આવતા પોલીસે વિદેશી દારૂ – બિયરનો રૂપિયા 18,000નો જથ્થો કબ્જે લઈ આરોપી અસલમને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments