Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના વીસીપરામાં જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લેતી બી ડિવિઝન પોલીસ

મોરબીના વીસીપરામાં જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લેતી બી ડિવિઝન પોલીસ

મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે વીસીપરામાં જુગાર રમતા ચાર શખ્સોને પકડી લઈ તેમની પાસેથી રૂ.૧૨,૨૦૦ની રોકડ કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સિટી બી ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી મળતા મોરબીના સામાકાંઠે મદીના સોસાયટી શેરી નં.૧ માં જુગાર રમતા રહીમભાઇ મહમદભાઈ સુમરા ઉ.વ.૪૫ રહે. મદીના સોસાયટી શેરી નં.૧ વીસીપરા મોરબી-૨, મહમદહુશેનભાઇ હમીરભાઇ સુમસ ઉ.વ.૩૩ રહે મદીના સોસાયટી શેરી નં.૧ વીસીપરા મોરબી-ર, જયદિપભાઇ કાળદાભાઇ આલ રબારી ઉ.વ.૨૫ રહે યમુનાનગર શેરી નં.૩ મોરબી-ર અને ગણેશભાઈ પ્રવીણભાઇ ઉઘરેજા ઉ.વ.૨૧ રહે. ગામ વીરપર. તા ટંકારાવાળાને રોકડા રૂ.૧૨,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સફળ કામગીરીમાં એન.એ. વસાવા પોલીસ ઇન્સ્પેકટર તથા એ.એસ.આઇ. જીતેન્દ્રકુમાર અધારા તથા પો.હેડ કોન્સ. જગદિશભાઇ ડાંગર તથા વિજયભાઇ બાર તથા રાજેશભાઈ ડાંગર તથા સંજયભાઈ રાઠોડ તથા હિતેશભાઇ મકવાણા તથા પો.કોન્સ સિધ્ધરાજસિંહ ઝાલા તથા વિપુલભાઈ બાલસરા તથા ભાવેશભાઇ કોટા તથા રાજપાલસિંહ જાડેજા તથા દેવાયતભાઈ રાઠોડ તથા પ્રિયંકાબેન પૈજા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયેલ હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments