Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદના દેવળીયા ગામે પિતાએ પબજી ગેમ રમવાની ના પાડતા પુત્રનો ગળેફાંસો ખાઈને...

હળવદના દેવળીયા ગામે પિતાએ પબજી ગેમ રમવાની ના પાડતા પુત્રનો ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

હળવદ : હળવદ તાલુકાના દેવળીયા ગામની સીમમાં ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારમાં પિતાએ મોબાઈલ ફોનમાં પબજી ગેમ રહેતા પુત્રને ઠપકો આપી ગેમ રમવાને બદલે ખેતીમાં ધ્યાન આપવાનું કહેતા યુવાન પુત્રએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ખેત મજૂર પરિવારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના દેવળીયા ગામની સીમમાં રમેશભાઈ આંબારામભાઈ પટેલની વાડીમાં રહી ખેતમજૂરી કરતા મૂળ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના વતની જયેશકુમાર અર્જુનભાઇ નાયક ઉ.23 નામનો યુવાન ખેત મજૂરી કરવાને બદલે મોબાઈલ ફોનમાં સતત પબજી ગેમ રમતો હોવાથી ગઈકાલે જમવા સમયે જયેશના પિતા અર્જુનભાઇ મનસુખભાઇ નાયકે ગેમ રમવાને બદલે ખેતીના ધ્યાન આપવા ઠપકો આપતા જયેશને મનોમન લાગી આવતા વાડીની ઓરડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments