Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લામાં બિયારણની તંગી, ખડૂતોને ધક્કા થતા હોવાની કોંગી અગ્રણીની રજુઆત

મોરબી જિલ્લામાં બિયારણની તંગી, ખડૂતોને ધક્કા થતા હોવાની કોંગી અગ્રણીની રજુઆત

મોરબી : હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહમાં ચોમાસું ગુજરાતમાં બેસી શકે અને સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. જેના પગલે ખેડૂતો ચોમાસું પાકનું વાવેતર કરવાની તૈયારી કરી રહ્યા છે. પણ ખેડૂતોએ વરસાદ પહેંલા ખેતરમાં જરૂરી તૈયારી પૂર્ણ કરી દીધી છે અને હવે બિયારણ ખરીદી કરવા જઈ રહ્યા છે.પણ બિયારણની તંગી હોવાથી ખેડૂતોને ધક્કા થઈ રહ્યા છે.

ખેડૂતોને ક્યાંકને ક્યાંક પુરતું બિયારણ ન મળવાની ફરિયાદ ઉઠી છે અને ખડૂતોને ધક્કા થઈ રહ્યા હોવાનો દાવો કોંગ્રેસ અગ્રણી અને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશના પ્રમુખ કે ડી બાવરવાએ કર્યો છે. તેઓએ કૃષિ મંત્રીને લેખિત રજૂઆત કરી છે જેમાં બિયારણ કે ખાતરની ઘટ ન થાય તેમજ લેભાગુ તત્વો બારોબાર ખેડૂતોના હક્કનું ખાતર કે બિયારણ સગેવગે ન કરે તે માટે મોનીટ રીંગની વ્યસ્થા કરવા માંગ કરી છે. તેઓ વધુમાં જણાવ્યું હતુ કે, ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, ખાતરની ઘટ પાડવા દેવામાં નહી આવે પરંતુ આ વાદા પોકળ સાબિત થયેલ છે.

તેઓએ એવી માંગણી કરી છે કે, તાત્કાલિક D.A.P. ખાતરનો પુરતો જથ્થો ખેડૂતો ને મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે ને આવું કરવામાં નહીં આવે તો દિવસ આઠ બાદ ખેડૂતો ને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે અંદોલનાત્મક કાર્યકર્મ આપવાની અમોને ફરજ પડશે તો આ બાબતે વહેલાસર યોગ્ય કરવા માંગ કરવામાં આવે છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments