મોરબી : સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) યોજના અનવ્યે જુનીયર તથા સીનીયર કેડેટ માટે તા.૨૮મેથી તા.૦૩ જૂન સુધી સમર કેમ્પ અનવ્યે આજે તા.૨૯ના રોજ પોલીસ હેડ કવાર્ટર -મકનસર ખાતે SPCના વિધાર્થીઓએ કેમ્પની શરૂઆત આત્માનો ખોરાક એટલે પાર્થનાથી કરી હતી. જેનાથી વિધાર્થીઓમાં તાજગીનો સંચાર થયો હતો.
ત્યારબાદ તમામને સુર્યોદય જોવા માટે એકત્રીત કરવામાં આવેલ હતા. બાદ ધ્યાન અને યોગના સત્ર બાદ પરેડનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં શિસ્ત અનુશાસન અને શારીરીક મજબુતી વિશે માહીતી આપવામાં આવી હતી. ત્યારબાદ અલ્પાહાર લીધા બાદ SPC યોજના શુ છે અને તેને સંલગ્ન માહીતી માટે સત્રનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક વી.બી.દલવાડી, રિઝર્વ પોલીસ ઇન્સપેકટર એસ.એમ.ચૌહાણ તથા મોરબી જીલ્લા શિક્ષણ વિભાગના અધિકારી ભાવેશ ભાલોડીયા, પ્રતિનિધીઓ, CPOs તથા ડ્રિલ ઇન્સ્ટ્રકટર વગેરે ઉપસ્થીત રહ્યા હતા.
આ સત્રમાં અધિકારીઓએ SPC યોજના, જીવન મુલ્યો વિશે અને બચપન કેટલુ અમુલ્ય છે તેના વિશે તથા પોલીસ તંત્રની ભુમીકા વિશે પણ વિધાર્થીઓને માહિતગાર કર્યા હતા અને ભવિષ્ય માટે માર્ગદર્શિત કર્યા હતા.વિધાર્થીઓએ SPCના સમર કેમ્પ વિશે પોતાના અનુભવો અને પ્રતિભાવો આપી ખુશી વ્યકત કરી હતી. સત્ર પુર્ણ કરી તમામે બપોરનું ભોજન લીધુ હતુ.
બપોર બાદ તમામ SPC કેડેટને કેમ્પ અર્થે ઘરેથી રવાના થયા ત્યારથી હાલ હાજર સમય સુધી શું જોયું.શુ કર્યું, શુ શીખ્યા તે અંગેની ચર્ચા કરવામા આવી ત્યારબાદ રીસેસ સમયે તમામ ને હળવો નાસ્તો કરવવામાં આવ્યો હતો.ત્યારબાદ સાંજના સમયે તમામ SPC કેડેટને ભાગ મીલ્ખા ભાગ ફિલ્મ બતાવવામાં આવેલ હતી. ત્યારબાદ પી.ટી ગણવેશમાં એક રમત ગમતનો તાસ લેવામાં આવેલ હતો. જેમાં કેડટ દ્વારા ઉભી ખો.બેઠી ખો,મારદડી, સંગીત ખુરશી જેવી સ્થાનીક રમતો રમવામા આવી હતી.










