Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ગરમાળાની સીંગનું વિનામૂલ્યે વિતરણ કરાશે

મોરબીમાં ગરમાળાની સીંગનું વિનામૂલ્યે વિતરણ કરાશે

મોરબીમાં મયુર નેચર ક્લબ દ્વારા હરડે પ્રચાર કેન્દ્રનાં પ્રાકૃતિક વેચાણ કેન્દ્રનાં સહયોગથી તા. 1-6-2025ને રવિવારના રોજ સવારે 8 થી 12 કલાક દરમ્યાન સનાળા રોડ, નવા હાઉસિંગ બોર્ડ સામે, માર્કેટિંગ યાર્ડનાં દરવાજા પાસે, આર.ડી.સી. બેન્કના દરવાજા ખાતે ગરમાળાની સીંગનું નિઃશુલ્ક વિતરણ કરાશે.

મહત્વનું છે કે, ગરમાળાની સીંગનું વહેલા તે પહેલાનાં ધોરણે વિતરણ કરવામાં આવશે.વિવિધ રોગોમાં ગરમાળાનાં અનેક ઉપયોગ છે, વિશેષ કરીને નાના બાળકોને કબજિયાતથી ત્વરિત રાહત આપવા માટે અસરકારક ઔષધિ તરીકે ગરમાળો ખુબ ઉપયોગી છે. ત્યારે વધુ જાણકારી માટે મયુર ક્લબનાં સભ્ય જીતુભાઇ ઠક્કરના મોબાઈલ નં. 92285 83743 પર કોન્ટેક્ટ કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments