Sunday, March 29, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નજીક ખુટિયાને તારવવા જતા બે કાર વચ્ચેના અકસ્માતમા 5 ઘાયલ

મોરબી નજીક ખુટિયાને તારવવા જતા બે કાર વચ્ચેના અકસ્માતમા 5 ઘાયલ

મોરબી : મોરબીના ઘુંટુ નજીક ખુટિયાને બચાવવા જતા એક કાર ડિવાઈડર ઠેકીને બીજી કાર સાથે અથડાઈ હતી.આ બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હોય, તેમાં પાંચથી વધુ લોકોને ઇજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી- હળવદ હાઈવે ઉપર ઘૂંટુ પાસે ગત રોજ સાંજે આખલાને બચાવવા જતા સ્કોર્પિયો ડિવાઈડર કૂદી ગયો હતો. આ વેળાએ સામેથી આવતી બોલેરો કાર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ બોલેરો કાર પીજીવીસીએલના કોન્ટ્રાક્ટની હોવાનું જાણવા મળ્યું છે. જેમાં 5 લોકો સવાર હતા. પાંચેયને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં બે લોકોને ગંભીર ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments