Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઈન્ડિયન લાયોનેસ કલબ દ્વારા ઓપન મોરબી આર્ટ એન્ડ ક્રાફ્ટ કલાસીસ યોજાયો

ઈન્ડિયન લાયોનેસ કલબ દ્વારા ઓપન મોરબી આર્ટ એન્ડ ક્રાફ્ટ કલાસીસ યોજાયો

મોરબી : ઇન્ડિયન લાયોનેસ કલબ મોરબી દ્વારા ફેવિક્રીલ અને નિરાલી ક્રીએશન નિમિષાબેનના સહયોગથી ઓમ શાંતિ સ્કૂલમાં બે દિવસના ઓપન મોરબી આર્ટ એન્ડ ક્રાફ્ટના ક્લાસીસનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ આર્ટ એન્ડ ક્રાફ્ટના ક્લાસમાં મોટી સંખ્યામાં બહેનો અને બાળકોએ ભાગ લીધો હતો. વિવિધ આર્ટ એન્ડ ક્રાફ્ટ ની મન મોહી જાય એવી વસ્તુઓ નિમિષાબેન ખન્ના દ્વારા શીખવવામાં આવી હતી. આ સાથે જ બહેનો અને બાળકોએ ખૂબ સુંદર પ્રયત્નોથી ટાઈ એન્ડ ડાયના ટીશર્ટ ક્લે વર્કનાના ફ્રીઝ મેગ્નેટ કિચેઈન વગેરે જેવી વસ્તુઓ પોતાની જાતે બનાવી હતી. આ તકે ક્લબના પ્રેસિડન્ટ સુષ્માબેન દુધરેજીયાએ ઓમ શાંતિ સ્કૂલના પ્રિન્સિપાલ ફેવિક્રીલ કંપની અને નિરાલી ક્રીએશન વાળા નિમિષાબેનનો ખુબ ખુબ આભાર માન્યો હતો. તેમજ ક્લબના દરેક મેમ્બર્સના સાથ અને હાજરીથી આ પ્રોજેક્ટ સફળ થયો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments