Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદમાં વેપારીનો જાતે લમણે ગોળી મારી આપઘાતનો પ્રયાસ

હળવદમાં વેપારીનો જાતે લમણે ગોળી મારી આપઘાતનો પ્રયાસ

હળવદ : હળવદમાં રહેતા વેપારીએ પોતાની રિવોલ્વરમાંથી પોતાના લમણે ગોળી મારી હતી જેથી તેઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા છે
જો કે, વેપારીએ જાતે જ પોતાના લમણે ગોળી મારી હોવાની ચિઠ્ઠી પણ પોલીસને મળી હોવાનું પોલીસ પાસેથી જાણવા મળી રહ્યું છે.

હળવદમાં રહેતા બકાભાઈ ઠક્કર (ઉ.વ.60) નામના વેપારી વૃદ્ધે પોતાની રિવોલ્વરથી જાતે પોતાના લમણે ગોળી મારી હતી જેથી માથામાં ગોળી લાગતા તેઓને ગંભીર ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યારબાદ અમદાવાદ સુધી લઈ જવામાં આવેલ છે વધુમાં પોલીસ સુત્ર પાસેથી મળતી પ્રમાણે વેપારીએ આપઘાત કરવા માટે તેને પોતે પોતાની જાતે પોતાના લમણે ગોળી મારેલ છે અને તે અંગેની એક ચિઠ્ઠી પણ પોલીસને મળી આવી છે જેથી હાલમાં પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે અને વેપારી વૃદ્ધે કયા કારણોસર આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો તે દિશામાં તપાસ ચાલી રહી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments