મોરબીમાં યુવાને જન્મદિવસની અનોખી ઉજવણી કરી છે. જેમાં મોરબીમાં રહેતા સેવાભાવી ઉંમરભાઈ રાઠોડ(રિયાઝભાઇ) દ્વારા આજે રકતદાન કરીને તેમના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી છે. જો કે તેઓ છેલ્લા 10 વર્ષથી રક્તદાન કરીને પોતાના જન્મદિવસની ઉજવણી કરે છે.ત્યારે આજે પણ તેઓએ પોતાના જન્મદિવસની આ રીતે રક્તદાન કરી પ્રેરણાદાયી ઉજવણી કરી અન્યોને નવો રાહ ચીંધ્યો છે.











