મોરબી : મોરબીમાં પર્યાવરણ દિવસ નિમિત્તે મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 5 જૂન – પર્યાવરણ દિવસ નિમિત્તે મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ વજેપર ખાતે આવેલી કલ્યાણ વજેપર પ્રાથમિક શાળાના પરિસરમાં યોજાયો હતો. સંસ્થા દ્વારા વિવિધ જાતિના વૃક્ષો રોપવામાં આવ્યા અને પર્યાવરણ જાળવવા માટેના સંદેશો પણ આપવામાં આવ્યા. હતા. આ પ્રસંગે શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક લોકોની પણ સક્રિય હાજરી રહી હતી.










