Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના સાર્થક વિદ્યા મંદિર ખાતે ચાર દિવસીય આચાર્ય પ્રશિક્ષણ વર્ગ યોજાયો

મોરબીના સાર્થક વિદ્યા મંદિર ખાતે ચાર દિવસીય આચાર્ય પ્રશિક્ષણ વર્ગ યોજાયો

મોરબી : સાર્થક વિદ્યા મંદિર મોરબી ખાતે તારીખ 04/06/2025 થી 07/06/2025 ચાર દિવસીય આચાર્ય પ્રશિક્ષણ (ટીચર્સ ટ્રેનિંગ)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વક્તાઓ દ્વારા શાળાના તમામ શિક્ષકોને જરૂરી માર્ગદર્શન તેમજ બાળકોને ખૂબ જ ઉપયોગી નીવડે તેવી શિક્ષણ પદ્ધતિઓ સમજાવી હતી.

જેમાં વક્તા અમિતભાઈ દેસાઈ દ્વારા (આર્ટ ઓફ લિવિંગ) યોગ અને શિક્ષક (યોગી શિક્ષક) ની માહિતી આપવાની આવી હતી. તેમજ વન્યાબેન પરમારે (વિદ્યાભારતી) શિક્ષણમાં પ્રવૃત્તિ અને પ્રયોગો વિશે ઊંડાણ પૂર્વક વિચારો રજૂ કર્યા હતા. સાથે સાથે ઘનશ્યામભાઈ ડાંગર (પુસ્તક મિત્ર) દ્વારા શિક્ષક – પ્રવાસ, વાંચન અને અધ્યાત્મ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. અંતિમ દિવસે ડો.સતિષભાઈ પટેલ (Child psychologist) “એકડે એક થી પેરેન્ટિંગ’ – પુસ્તકનો અમલ કઈ રીતે ? How can teachers help in parenting? વિશે અદ્ભુત વાત કરી હતી અને શાળા hr પ્રાથમિક વિભાગના પ્રિન્સીપાલ વિવેકભાઈ શુકલ (સંસ્કૃતજ્ઞ) શિક્ષક માટે અનિવાર્ય -ભાષાશુદ્ધિની ખૂબ જ ઉપયોગી સમજૂતી આપી હતી.

શાળાના તમામ શિક્ષકોએ સંપૂર્ણ હાજરી આપી હતી અને ખૂબ જ રસ દાખવી એક એક માહિતી સમજી બાળકોમાં કેવી રીતે તેનું અમલીકરણ કરી શકાય તેનું વિશ્લેષણ કરી આ પ્રશિક્ષણને સફળ બનાવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments