Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ભારત વિકાસ પરિષદ અને IMA દ્વારા 17 જૂને શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ...

મોરબીમાં ભારત વિકાસ પરિષદ અને IMA દ્વારા 17 જૂને શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ સેમિનાર યોજાશે

મોરબી : ભારત વિકાસ પરિષદ તથા ઈન્ડીયન મેડિકલ એસોસિએશન દ્વારા તા.17 જુનને મંગળવારે રાત્રે 9થી 10:30 IMA હોલ, નીલકંઠ વિદ્યાલય સામે, રવાપર રોડ, મોરબી ખાતે શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ સેમિનાર યોજાશે.

શું આપ શ્રેષ્ઠ સંતાન માટેના પ્રયત્નો કરો છો ?શું આપ આપની ડિલીવરી સુખરૂપ અને કુદરતી માર્ગે થાય તેવું ઈચ્છો છો ? શું આપ શ્રેષ્ઠ સંતતિ માટે વૈદિક ગર્ભવિજ્ઞાન જાણવા ઈચ્છો છો ? તો આ ગર્ભસંસ્કાર કાર્યશાળામાં ભાગ લઈ શકાય છે. આ સેમિનારમાં ડૉ. જયેશભાઈ પનારા (D.G.O.) અને ડૉ. ચિરાગભાઈ વિડજા (B.A.M.S.) માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમ સંપૂર્ણ નિઃશુલ્ક છે પણ વ્યવસ્થાને અનુલક્ષીને રજીસ્ટ્રેશન આવશ્યક છે.

રજીસ્ટ્રેશન માટે મો.નં. 79848 40322 તથા મો.નં. 95376 65500 ઉપર વોટ્સએપ મેસેજ કરવાનો રહેશે. આ સેમિનારમાં શ્રેષ્ઠ સંતાન માટે વિચારી રહેલ દંપતીઓ, ગર્ભવતી મહિલાઓ તથા તેમના પતિદેવો, વૈદિક ગર્ભ વિજ્ઞાન જાણવા ઈચ્છુક કોઈપણ વ્યક્તિઓ આવી શકે છે.

તેમ ભારત વિકાસ પરિષદના ડૉ. ચિરાગભાઈ વિડજા (કાર્યક્રમ સંયોજક), ધ્રુમિલભાઈ આડેસરા (સેક્રેટરી), હિંમતભાઈ મારવણિયા (પ્રમુખ), ઈન્ડિયન મેડિકલ એસોસિએશન, મોરબીના ડૉ. હિનાબહેન મોરી (સેક્રેટરી) અને ડૉ. અંજનાબહેન ગઢીયા (પ્રમુખ)ની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments