Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના નવી પીપળી ગામે રાંધણ ગેસના બાટલાના જોખમી રીતે રિફીલિંગ રેકેર્ટનો પર્દાફાશ

મોરબીના નવી પીપળી ગામે રાંધણ ગેસના બાટલાના જોખમી રીતે રિફીલિંગ રેકેર્ટનો પર્દાફાશ

મોરબી તાલુકા પોલીસે નવી પીપળી ગામે વિદેશી દારૂના દરોડા દરમિયાન આરોપી પોતાના ઘરના વરંડામા રાંધણ ગેસના બાટલાનું ગેરકાયદેસર રિફીલિંગ પણ કરતો હોવાનું સામે આવતા પોલીસે અલગ અલગ કંપનીના ખાલી અને ભરેલા મળી 93 બાટલા, ઇલેક્ટ્રિક મોટર, વજન કાટો, પાના પકડ અને એક છોટા હાથી સુપર કેરી વાહન સહિત કુલ રૂ. 5,37,200ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લઈ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે નવી પીપળી ગામે ઓમપાર્કમાં રહેતા સંદીપ રમેશભાઈ કાલરીયાના ઘેર વિદેશી દારૂ ઝડપી લેવા દરોડો પાડી દારૂનો જથ્થો પકડી પાડવાની સાથે આરોપી સંદીપ પોતાના ઘરના વરંડામાં રાંધણ ગેસના બાટલાનું ગેરકાયદેસર રિફીલિંગ કરતો હોવાનું જોવા મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને રાંધણ ગેસના અલગ અલગ કંપનીના થોકબંધ બાટલા કબ્જે કરવામાં આવ્યા હતા.

દરોડા દરમીયાન પોલીસે આરોપી સંદીપના ઘરના વરંડામાથી સુપર ગેસના ભરેલા 42 બાટલા, સુપરગેસના 15 મોટા અને એક નાનો ખાલી બાટલો, ઇન્ડેન ગેસના 18 બાટલા, એક ઇન્ડેન ગેસનો ભરેલો બાટલો, એચપી ગેસના 16 ખાલી બાટલા, ગેસ રિફિલ કરવાની ઇલેક્ટ્રિક મોટર, એક નોઝલ સાથેની નળી, એક ઇલેક્ટ્રિક કાંટો, લોખંડના પાના નંગ 4 તેમજ જીજે – 36 – વી – 5456 નંબરનું છોટા હાથી જેવું સુપર કેરી વાહન સહિત કુલ રૂપિયા 5,37,200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી પોતાના ઘરના વરંડામાં ગેરકાયદેસર રીતે એક બાટલામાંથી ઇલક્ટ્રિક મોટર તેમજ અન્ય સાધનો વડે ગેસ કાઢી બીજા બાટલામાં ભરી જોખમી રીતે ગેસ રિફીલિંગ કરતો હોવાનું સામે આવતા તાલુકા પોલીસે આરોપી સંદીપ કાલરીયા વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ અન્વયે ભારેખમ કલમો મુજબ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments