Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ટિબડી જેજીવાય ફીડરના વિસ્તારોમાં કાલે વીજ પુરવઠો બંધ રહેશે

મોરબીના ટિબડી જેજીવાય ફીડરના વિસ્તારોમાં કાલે વીજ પુરવઠો બંધ રહેશે

મોરબી ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 13-6-2025ને શુક્રવારના રોજ સવારે 8 થી બપોરે 2 કલાક દરમ્યાન ટિબડી જેજીવાય ફીડરમાં આવતા વિસ્તારોમાં મેઇન્ટનન્સની કામગીરી માટે વીજપુરવઠો બંધ રાખવામાં આવશે. જેમાં જુના ધરમપુર, નવા ધરમપુર, ટિબડી, તેમજ તમામ રહેણાંક, વાણિજ્ય ,ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

તેમજ PGVCL ના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતા 11 કેવી અવધ ફીડર વિસ્તારમાં સવારે 8 થી બપોરના 2:30 કલાક સુધી નવી લાઈનકામ કરવાની કામગીરી માટે તથા સમારકામ માટે આદીનાથ સોસાયટી, અમરનાથ સોસાયટી, આંબાવાડી, અમી પેલેસની બાજુનો વિસ્તાર, અવધ સોસાયટી, ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, સત્કાર પાર્ટી પ્લોટ વાળો વિસ્તાર, મશાલની વાડી, સરદાર નગર 1/2, કણકડાની વાડી, મરીન ડ્રાઇવ, ઓમ પાર્ક, શ્રીકુંજ, વિજયનગર સોસાયટી, છાત્રાલય રોડ, નાની કેનાલ રોડ, શ્રીજી પાર્ક વગેરે જેવા વિસ્તારમાં પાવર બંધ રહેશે. તેમજ કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments