Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં વરલીના આંકડા લખી જુગાર રમતા બે ઝડપાયા

મોરબીમાં વરલીના આંકડા લખી જુગાર રમતા બે ઝડપાયા

મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વરલી મટકાના જુગાર અંગે બે કેસ કર્યા હતા. જેમાં પ્રથમ કિસ્સામાં લાલપર ગામના બસસ્ટેન્ડ પાસેથી આરોપી સલીમ જુમાભાઈ મેર રહે.વિજય નગર, સુમરા સોસાયટી, મોરબી વાળાને વરલીના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂ.520 કબ્જે કર્યા હતા. જ્યારે બીજા દરોડામા પોલીસે ધરમપુરથી ટીંબડી જવાના રસ્તે જાહેરમાં વરલીના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી સાદીક હુસેનભાઈ ભટ્ટી રહે.વિજયનગર, વીસીપરા મોરબી વાળાને રોકડા રૂપિયા 460 અને વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments