Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના નવી પીપળી ગામે મકાનમાંથી દારૂ બીયર સાથે એક ઝબ્બે

મોરબીના નવી પીપળી ગામે મકાનમાંથી દારૂ બીયર સાથે એક ઝબ્બે

મોરબી તાલુકાના નવી પીપળી ગામે આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ/બીયર મળી કુલ કિં રૂ. ૨,૫૧,૩૪૦ તથા એક હ્યુન્ડાઈ કંપની ની ક્રેટા કાર મળી કુલ કિં રૂ.૧૦,૫૧,૩૪૦ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન તાલુકા પોલીસને મળેલ સંયુક્તમા બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબી તાલુકાના નવી પીપળી ગામે ઓમપાર્ક રહેતા આરોપી સંદિપભાઈ રમેશભાઈ કાલરીયા એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૧૩૧ તથા બિયર ટીન નંગ -૯૬ કુલ કિં રૂ. ૨,૫૧,૩૪૦ તથા દારૂની હેરાફેરી માટે ઉપયોગ કરેલ હ્યુન્ડાઈ કંપનીની ક્રેટા જેની કિંમત રૂપિયા ૮,૦૦,૦૦૦ ગણી કુલ કિં રૂ.૧૦,૫૧,૩૪૦ ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments