Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી અને ટંકારામાં વરલી મટકાનો જુગાર રમતા બે ઝડપાયા

મોરબી અને ટંકારામાં વરલી મટકાનો જુગાર રમતા બે ઝડપાયા

મોરબી અને ટંકારા પોલીસે વરલી મટકાના જુગાર અંગે બે અલગ અલગ દરોડા પાડી બે શખ્સને વરલીના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લીધા હતા. જેમાં પ્રથમ દરોડામાં મોરબી તાલુકા પોલીસે બેલા રંગપર નજીકથી આરોપી ફારૂક મહેબૂબભાઈ કુરેશી રહે.સિયારામ સિરામિક પાછળ મોરબી વાળાને વરલીના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ વરલીનું સાહિત્ય અને રૂ.500 રોકડા કબ્જે કર્યા હતા. જ્યારે બીજા દરોડામાં ટંકારા પોલીસે ઊગમણા નાકા સ્મશાન પાસે જાહેરમાં આંકડા મીંડીનો જુગાર રમાડી રહેલા આરોપી નવઘણ દાદુભાઈ ચૌહાણ ઉ.22 રહે.આશાબા સોસાયટી, કલ્યાણપર રોડ નામના શખ્સને રોકડા રૂપિયા 300 અને વરલીના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments