Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી પાસે કારમાંથી વિદેશી દારૂ-બીયરના જથ્થા સાથે એક ઝડપાયો

મોરબી પાસે કારમાંથી વિદેશી દારૂ-બીયરના જથ્થા સાથે એક ઝડપાયો

મોરબીની મહેંદ્રનગર ચોકડી અવરબ્રીજ પાસેથી અર્ટીકા કારમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૪૦ કિ.રૂ.૫૯,૦૦૦/- તથા બિયર ટીન નંગ-૧૮ કિ.રૂ. ૩૭૮૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૪.૬૨.૭૮૦/-ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.

મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી રાહે બાતમી મળેલ કે, એક સફેદ કલરની અર્ટીકા કાર રજીસ્ટર નં GJ-36-AF-0562 વાળીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી એક ઇસમ હળવદ તરફથી મોરબી તરફ આવનાર છે તેવી મળેલ બાતમીના આધારે બાતમીવાળી ફોર વ્હીલ કારની વોચમાં મહેંદ્રનગર ચોકડી અવરબ્રીજ થી કંડલા બાયપાસ તરફ જવાના રસ્તે રોડ ઉપર વોચમાં હતા તે દરમિયાન તપાસ કરતા આર્ટીકા કારમાથી વિદેશી દારૂની બોટલ નંગ -૪૦ કિં રૂ. ૫૯૦૦૦ તથા બિયર ટીન નંગ -૧૮ કિં રૂ.૩૭૮૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ.૪,૬૨,૭૮૦ના મુદામાલ સાથે આરોપી જયદીપભાઇ બેચરભાઇ ચાંઉ (ઉ.વ.૩૬) રહે.વરીયાનગર સો-ઓરડી શેરી નં-૮, મોરબીવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ મુબારક સંધી રહે.જોગાસર ધાંગધ્રાવાળાનુ નામ ખુલતા બંન્ને આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments