Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેર બાઉન્ડ્રી નજીક અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો

વાંકાનેર બાઉન્ડ્રી નજીક અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો

મોરબી : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી અજાણી લાશ મળી આવતા મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની નોંધ અનુસાર તા.૧૧/૦૬/૨૦૨૫ ના ૧૪:૩૫ વાગ્યા પહેલા કોઇ પણ સમયે મરણ જનાર ૪૦ થી ૪૫ વર્ષની અજાણી વ્યક્તિ (પુરુષ) વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ બસ સ્ટેન્ડ ખાતે સુતેલી હાલતમાં કોઇ બીમારીના કારણે મૃત્યુ થયું હોવાથી તેની લાશ મળી આવી હતી. જેની લાશનું વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ કરાવી વાંકાનેર સરકારી હોસ્પીટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે.

મૃતકના વાલી-વારસ ન મળ્યા હોવાથી બિનવારશી લાશની ઓળખ માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મૃતકે ઉપર આછા ક્રીમ કલરનો આખી બાયનો શર્ટ તથા બ્લુ કલરની નાઇટ પેન્ટ પહેરેલ છે. શરીરે પાતળો બાંધો તથા માથાના વાળ લાંબા કાળા તથા સફેદ છે. મૃતકના વાલીવારસ મળે કે તેમના અંગે કોઈ જાણકારી હોય તો તપાસ કરનાર અધિકારી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. જી.કે.પરમારના મોબઈલ નંબર ૮૪૬૦૨૦૪૨૪૮ અથવા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ટેલીફોન નંબર ૬૩૫૯૬૨૬૦૮૬ પર સંપર્ક કરવા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments