Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ઘુંટુ નજીક બોલેરોએ ફૂટબોલની જેમ ઉલાળતા માસૂમ બાળકનું કરુણ મોત

મોરબીના ઘુંટુ નજીક બોલેરોએ ફૂટબોલની જેમ ઉલાળતા માસૂમ બાળકનું કરુણ મોત

મોરબી હળવદ હાઇવે જોખમી બની રહ્યો છે. નવા બનેલા હાઇવે ઉપર વાહન ચાલકો બેફામ ગતિએ દોડી નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી રહ્યા છે ત્યારે ત્રણ દિવસ પૂર્વે આવી જ એક ઘટનામાં ઘુંટુ ગામ નજીક રસ્તો ઓળંગી રહેલા માસૂમ બાળકને બોલેરો ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાઓથી બાળકનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી – હળવદ હાઇવે ઉપર ઘુંટુ નજીક આવેલ ઓરીડા સિરામિક પાસે રસ્તો ઓળંગી રહેલા પૃથ્વીરાજ જયસુખભાઈ બાવરવા ઉ.6 નામના બાળકને જીજે – 36 – વી – 2669 નંબરના બોલેરો ચાલકે હડફેટે લઈ ફૂટબોલની જેમ ફંગોળી દેતા બાળકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માત સર્જ્યા બાદ બોલેરો ચાલક નાસી ગયો હતો.બનાવ અંગે મૃતકના માતા સજનબેન જયસુખભાઈ બાવરવાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં નાસી ગયેલા બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments