Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના અનેક મુખ્ય રસ્તાઓની કડ ચોમાસામાં જોખમી બનવાની ભીતિ

મોરબીના અનેક મુખ્ય રસ્તાઓની કડ ચોમાસામાં જોખમી બનવાની ભીતિ

રસ્તાઓની કડથી અકસ્માત સર્જાય તે પહેલાં મનપા જાગે તેવી માંગ

મોરબી : મોરબી શહેરના અનેક મુખ્ય રોડ ઉપર જોખમી કડ અકસ્માત નોતરે તેવી શકયતા છે. મહાપાલિકાએ આ બાબત ગંભીરતાથી લઈ કોઈ વાહનચાલક ભોગ બને તે પૂર્વે રીપેરીંગની કામગીરી કરવાની તાતી જરૂરિયાત છે.

મોરબીમાં રોડ ઉપર કોઈ કારણોસર ખોદકામ કર્યા પછી અથવા તો રીપેરીંગ કામ કર્યા બાદ કડ રાખી દેવામાં આવે છે. આ સાથે ઘણી વખત ઉપર માટી નાખી દેવામાં આવતી હોય છે. આ માટી પાણીમાં ધોવાઈ ગયા બાદ કડ થઈ જતી હોય છે. આવી કડ મહાપાલિકા કચેરી નજીક પેટ્રોલ પંપ પાસે, અયોધ્યાપુરી રોડ, લાતી પ્લોટ જવાના રોડ ઉપર, મચ્છુ માના મંદિર પાસે, દરબારગઢ પાસે, મહેન્દ્ર ડ્રાઇવ પાસે, સામાકાંઠેથી મયુરપુર તરફના રોડ ઉપર અને નટરાજ ફાટકે પાસે સહિતની જગ્યાઓએ આવેલી છે. આ કડથી ટુ વ્હીલરના અકસ્માત થવાની શક્યતા છે. જેથી મહાપાલિકા એ તુરંત રીપેરીંગ કામ કરવાની જરૂર છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments