Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નજીક અજાણ્યા વાહનની ટક્કરથી પગપાળા જતા યુવાનનું મોત

મોરબી નજીક અજાણ્યા વાહનની ટક્કરથી પગપાળા જતા યુવાનનું મોત

મોરબી : મોરબી શહેરના શનાળા રોડ ઉપર સમય ગેટ પાસે અજાણ્યા વાહન ચાલકે મધ્યપ્રદેશના વતની યુવાનને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત બાદ વાહન ચાલક નાસી ગયો હતો.

મોરબી શહેરના શનાળા રોડ ઉપર સમય ગેટ નજીક ગત તા.17ના રોજ પગપાળા જઈ રહેલા ટીટુભાઈ રમેશભાઈ ડામોર ઉ.વ.31 નામના યુવાનને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. હિટ એન્ડ રનના આ કિસ્સામાં પોલીસે તપાસ શરૂ કરતા મૃતક ટીટુભાઈ મૂળ મધ્યપ્રદેશના વતની હોવાનું અને વાંકાનેરના ઢુંવા નજીક ફેકટરીમાં કામ કરતો હોવાનું સામે આવ્યુ હતું. જે બાદ પોલીસે મૃતકના પરિવારજનોનો સંપર્ક કરતા બનાવ અંગે મૃતકના મોટાભાઈએ અકસ્માતની આ ઘટનામાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments