Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા પંચાયત કચેરી દ્વારા સિવિલ સર્વિસ એક્ઝામ અવેરનેસ કાર્યક્રમ સંપન્ન

મોરબી જિલ્લા પંચાયત કચેરી દ્વારા સિવિલ સર્વિસ એક્ઝામ અવેરનેસ કાર્યક્રમ સંપન્ન

મોરબી : આજરોજ 20 /6/ 2025ના મેડિકલ કોલેજ મોરબી ખાતે જિલ્લા પંચાયત કચેરી મોરબી દ્વારા સિવિલ સર્વિસ એક્ઝામ અવેરનેસ કાર્યક્રમ સવારના 9 કલાકથી બપોરના 4 કલાક સુધી યોજાઈ ગયો જેમાં મોરબી જિલ્લાના છેલ્લા બે વર્ષમાં ધોરણ 12 માં ટોપર રહેલ વિદ્યાર્થીઓ પૈકી 97 વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ .સમગ્ર કાર્યક્રમ માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે બી પ્રજાપતિ સરના માર્ગદર્શન નીચે જિલ્લા પંચાયત કચેરી,જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીના ઉપક્રમે મેડિકલ કોલેજ ખાતે મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓ સિવિલ સર્વિસિસ એક્ઝામ માટે અવેર થાય અને આ એક્ઝામ ની તૈયારી ગ્રેજ્યુએશનની સાથે સાથે કરી શકે તે માટે યુપીએસસીની સિવિલ સર્વિસ એક્ઝામના માળખા તથા પરીક્ષાની તૈયારી કઈ રીતે કરી શકાય તે માટે માનનીય શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ સર તેમજ દિલ્હી યુનિવર્સિટીના તજજ્ઞ શ્રી યોગેશ ત્રિપાઠી સર અને તજજ્ઞ પ્રોફેસર શ્રી ઉપાસના મેડમે ખુબ સરળ સાહજિક અને સચોટ માહિતી આપી માર્ગદર્શન પૂરૂ પાડી મોરબી જિલ્લાના તેજસ્વી બાળકોને આ યુપીએસસી દ્વારા લેવાતી સિવિલ સર્વિસ એક્ઝામ માટે અભિમુખ કર્યા.
આ ઉપરાંત આ પરીક્ષાઓ માટે જરૂરી મટીરીયલ, લાઇબ્રેરીની સુવિધા તેમજ આ પરીક્ષાના સંદર્ભે જરૂરી માર્ગદર્શન બાળકોને ભવિષ્યમાં પણ ઉપલબ્ધ કરાવવાના આયોજનથી માહિતગાર કરવામાં આવ્યા .

સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડવા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક પી.વી.અંબારીયા અને મદદનીશ શિક્ષણ નિરીક્ષકો તેમજ જિલ્લા પંચાયત કચેરીના રામાવતભાઇ, જીતિયાભાઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના કર્મચારીઓ, મોરબી BRC,CRC મિત્રોએ જહેમત ઉઠાવેલ. આજના સમગ્ર કાર્યક્રમનો કોર્ડીનેટર ચિરાગભાઈ સફળ સંચાલન કરેલ હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments