Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadભુદેવો નગરી છોટા કાશી હળવદ માં જગતગુરૂ શંકરાચાર્ય ના વિરાટ સનાતન હિન્દુ...

ભુદેવો નગરી છોટા કાશી હળવદ માં જગતગુરૂ શંકરાચાર્ય ના વિરાટ સનાતન હિન્દુ સંમેલન માં માનવ મહેરામણ ઉમટ્યો

(મયુર રાવલ,હળવદ)

હળવદ બ્રાહ્મણ ની ભોજનશાળા ખાતે સામ્યા કરી વાજતેગાજતે વિશાળ શોભાયાત્રા નીકળી

દરેક સ્કુલ માં હીન્દુ ધર્મ નું શિક્ષણ આપવું જોય,અમુક પ્રાઈવેટ સ્કૂલ માં જ હીન્દુ ધર્મ નું જ્ઞાન અપાઈ છે.હુ જાહેર માં કવ છું

આપણી સંસ્કૃતિ માતદેવો ભવ અને પિતૃદેવો ભવની છે તેમાં વૃદ્ધાશ્રમને સ્થાન નથી: શંકરાચાર્યજી

સનાતન હિન્દુ ધર્મ રક્ષક સમિતિ અને હળવદ ઔદીચ્ય બ્રહ્મ સમાજ દ્વારા વિરાટ સનાતન હિન્દુ ધર્મ સભાનું શિશુ મંદિર ખાતે આયોજન કરાયું હતું જેમાં જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજના પ્રવચનને સાંભળવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા, અનેક સંતો મહંતો રાજકીય
આગેવાનોએ ઉપસ્થિત રહ્યા હતા.

ધર્મ સભામાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી હતું કે આપણી સંસ્કૃતિ માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ ની છે તેમાં
વૃદ્ધાશ્રમને સ્થાન નથી. 84 લાખ જન્મ લીધા પછી,મનુષ્યનો અમુલ્ય દેહ મળે છે તો સત્કર્મ કરવા જોઈએ. પશુ પક્ષી મનુષ્ય દેહ અમુલ્ય છે. આપણે વિમાનના પાઈલોટ ઉપર ભરોસો કરીએ પણ શ્રુષ્ટિ ચલવનાર ઈશ્વર ઉપર ભરોસો કરતા નથી. સંસારમાં
ના કોઈ વિપત્તિ છે કે ના કોઈ આપત્તિ છે. પરમાત્માને ભૂલી જવું એ જ મોટી વિપત્તિ છે અને ઈશ્વરને યાદ રાખો તે મોટી સંપત્તિ છે.શરીરમાં ઈશ્વર નિવાસ કરે તો કામ, ક્રોધ, લોભ અને મોહ દૂર થઇ જાય. આપણા દુઃખો દૂર કરવા ઈશ્વરે દશાવતાર લીધા. મનુષ્ય અવતાર લઈને પરમાત્માએ આપણને જીવન જીવતા શીખવ્યું. શ્રીરામે માતા અને પિતાની આજ્ઞા પાળીને માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ ચરિતાર્થ કરી મંત્રો અને રામાયણની ચોપાઈઓ તેમજ શ્લોકો સહીત ધાર્મિક વક્તવ્ય સાંભળીને શ્રોતાઓ અભિભૂત થયા હતા.

દ્વારકા શારદાપીઠના જગદગુરુ શંકરાચાયૅ સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજનુ પુજન અર્ચન સ્વાગત આગેવાનો અને સંત મહંતો દ્વારા કરવામાં આવ્યું હતું.

શિશુ મંદિર ખાતે વિરાટ સનાતન હિન્દુ ધર્મ સભાને સફળ બનાવવા સનાતન હિન્દુ ધર્મ રક્ષક સમિતિ હળવદ એ ભારે જેહમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments