Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsટંકારાના રોહિશાળા ગામે વોકળામા તણાઇ જવાથી યુવાનનું મોત

ટંકારાના રોહિશાળા ગામે વોકળામા તણાઇ જવાથી યુવાનનું મોત

ટંકારા : ટંકારા તાલુકાના રોહિશાળા ગામે બે દિવસ પૂર્વે ભારે વરસાદ વરસતા બાઈક લઈને જઈ રહેલા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની અને હાલમાં રોહિશાળા ગામે અમરશીભાઈ ઉકાભાઈ સવસાણીની વાડીએ ખેત મજૂરી કરતા જાલમસિંગ સુરસિંગ બામણીયા ઉ.25નું બાઈક રોહિશાળા અને દહીંસરડા ગામ વચ્ચે આવેલ વોકળામાં પાણીમાં ફસાઈ ગયુ હતું. જો કે, વોકળામાં ધસમસતા પાણીના પ્રવાહ હોવા છતાં જાલમસિંગ બાઈક કાઢવા જતા પાણીના પ્રવાહમાં તણાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ બાદ મોરબી ફાયર બ્રિગેડે બેભાન હાલતમાં જાલમસિંગને ટંકારા દવાખાને ખસેડતા તબીબે મૃત જાહેર કર્યા હતા.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments