Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiભુજ ખાતે સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન - ૩ ની મેગા ફાઇનલ યોજાઈ

ભુજ ખાતે સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – ૩ ની મેગા ફાઇનલ યોજાઈ

મોરબી : કચ્છ લોકસભા પરિવાર તેમજ સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ભુજ દ્વારા સાંસદ ઓપન કચ્છ ડે – નાઈટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – ૩ જે ભુજ નાં જયુબિલી ગ્રાઉન્ડ મધ્યે તા. ૦૬-૦૩-૨૦૨૫ થી ૨૨/૦૬/૨૦૨૫ ટોટલ ૧૦૮ દિવસ સુધી રમાઈ છે. જેની ફાઇનલ મેચ તા.૨૨/૦૬/૨૦૨૫ રાત્રે ૦૯:૦૦ વાગ્યે મહાનુભાવો – લોકસભા પરિવાર તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ – ભુજ નાં ટ્રસ્ટીશ્રી ઓની ઉપસ્થિતિમાં મેઘા ફાઇનલ રમાઇ હતી.

દરરોજ ખેલાડીઓને પ્રોત્સાહન આપવા તેમને બિરદાવવા ઉપસ્થિત રહેતા ખેલ રસિકોનો આભાર માનતાં સાંસદ વિનોદભાઇ ચાવડા એ જણાવ્યુ હતું કે, સતત ૧૦૮ દિવસ રમાયેલ મેચો માં ટોટલ ૬૦૦+ ટિમો માં ૮૮૨૦ જેટલા ટોટલ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તદઉપરાંત ૧૬ મહિલા ટિમ નાં ૨૪૦ મહિલા ખેલાડીઓ એ ૪ દિવસ માં ૧૫ જેટલી મેચો રમી ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, કચ્છની સૌથી મોટી ઓપન ડે – નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટની ૨૨/૦૬/૨૦૨૫ને રવિવારે ‘મેગા ફાઇનલ’ રમાઇ છે. જેમાં માં ઇલેવન ટિમ સામે ટાઈગર ઓફ વી ટિમ વચ્ચે સાંજે ૭ વાગ્યે ભવ્ય જંગ ખેલાયો હતો જેમાં, ટાઈગર ઓફ V એ ૧૨ ઓવરમાં ૧૩૩ રન બનાવી ઓલ આઉટ થયા હતા. તેમની સામે માં ઇલેવન – ભુજ ૧૧ ઓવરમાં ૧૦૦ રનમાં ઓલ આઉટ થઈ જતાં ટાઈગર ઓફ V ટીમ ૩૩ રન થી વિજેતા બની હતી. મેચોનું લાઈવ પ્રસારણ vinod chava યુ ટ્યુબ લાઈવ પ્રસારણ કરવામાં આવેલ હતું.

ખેલાડીઓનો જુસ્સો અને શુભેચ્છા પાઠવવા ગુજરાતનાં ખ્યાતનામ ખેલાડીઓ ભારતીય ક્રિકેટર હાર્વિક દેસાઇ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએસન- રણજી ટ્રોફીના કોચ મોહનસિંહ જાડેજા, પુર્વ રણજી ટ્રોફી પ્લેયર સુનિલભાઇ શુકલ, મહેશભાઇ ચૌહાણ, રણજી ટ્રોફી સીલેકશન કમિટી ચીફ બીપીનભાઇ પૂજારા, ફિરોઝભાઇ બાંભણીયા, સૌરાષ્ટ્ર ક્રિકેટ એકેડેમી બોર્ડના મેમ્બર મહાવીરસિંહ જાડેજાનું શાલ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું. ઉપસ્થિત રહી મેઘા ફાઇનલ માણી હતી.

દરેક ૬૦૦+ ટીમોનાં મેચ દરમ્યાન સમય – સહકાર આપતાં કાર્યકરો – મહાનુભાવોનાં સન્માન અને ‘મેગા ફાઇનલ’માં ભાગ લેતી બંને ટીમોને પ્રોત્સાહન સ્વરૂપે વિજય કપ અર્પણ કરવામાં આવેલ, જેમાં મહેમાનોમાં જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઇ વરચંદ, જીલ્લા પંચાયત પ્રમુખ જનકસિંજ જાડેજા, ભુજ ધારાસભ્ય કેશુભાઇ પટેલ, અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, માંડવી ધારાસભ્ય અનિરુધ્ધભાઈ દવે, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. તથા આ ટુર્નામેન્ટમાં વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા, મનીષભાઇ બારોટ, જયભાઇ ચાવડા, મુકેશભાઇ ચાવડા, વિશાલભાઇ ઠક્કર, કિશોરભાઇ નટ, રમેશભાઇ દાફડા, શૈલેન્દ્રસિંહ જાડેજા, વિરમભાઈ આહીર, પ્રકાશભાઇ ડગરા, મોહનભાઇ ચાવડા, યોગેશભાઈ ત્રિવેદી, મયુરસિંહ જાડેજા, હિતેશભાઈ ગોસ્વામી, જેન્તિભાઈ વાઘેલા, રવિભાઇ ત્રવાડી, રવિભાઇ ગરવા, અશોકભાઇ હાથી, કમલભાઇ ગઢવી, દિનેશભાઇ ઠક્કર, ધવલરાજ સોલંકી, અલ્પેશભાઇ પટેલ, નિલયભાઇ ગોસ્વામી, દીપકભાઈ ડાંગર, યશભાઈ વાઘેલા, સંજયભાઇ ઠક્કર, અરૂણભાઇ મકવાણા, નિલેશભાઈ દાફડા, દીપકભાઈ સિજુ વિગેરે હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments