Wednesday, June 25, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiશાળા પ્રવેશોત્સવ અંતર્ગત મોરબી જિલ્લામાં 15897 બાળકો ધોરણ 1 અને 9 માં...

શાળા પ્રવેશોત્સવ અંતર્ગત મોરબી જિલ્લામાં 15897 બાળકો ધોરણ 1 અને 9 માં પ્રવેશ મેળવશે

મોરબી : કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – 2025 અન્વયે મોરબી જિલ્લાની શાળાઓમાં ધોરણ 1 અને 9માં મળી કુલ 15897 બાળકો શિક્ષિત બનવાની સફરના પ્રથમ પગથિયા પર અબને ઉચ્ચ અભ્યાસની સફર તરફ ઉમંગ અને ઉત્સાહ સાથે અનેક ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રવેશ અપાવાશે.

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – 2025 અંતર્ગત સમગ્ર રાજ્યમાં 26 થી 28 જૂન દરમિયાન તમામ આંગણવાડી, બાલવાટિકા અને શાળાઓમાં નવા બાળકોને હોશે હોશે વધાવી તેમને શાળા, આંગણવાડી અને બાલવાટિકામાં પ્રવેશ આપવા માટે ઉમંગ અને ઉત્સાહભેર વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જે અન્વયે મોરબી જિલ્લામાં ધોરણ 1 માં મોરબી તાલુકામાં 1765 કુમાર અને 1741 કન્યા મળી 3506 બાળકો, માળીયા તાલુકામાં 405 કુમાર અને 403 કન્યા મળી કુલ 808 બાળકો, ટંકારા તાલુકામાં 518 કુમાર અને 395 કન્યા મળી કુલ 913 બાળકો, વાંકાનેર તાલુકામાં 1507 કુમાર અને 1546 કન્યા મળી 3053 બાળકો અને હળવદ તાલુકામાં 1381 કુમાર અને 1290 કન્યા મળી 2671 બાળકોને પ્રવેશ આપવામાં આવનાર છે. સમગ્ર જિલ્લામાં 5576 કુમાર તેમજ 5375 કન્યા મળી કુલ 10951 બાળકો ધોરણ 1 માં પ્રવેશ મેળવશે.

ધોરણ 9 માં મોરબી તાલુકામાં 793 કુમાર અને 462 કન્યા મળી 1255 બાળકો, માળીયા તાલુકામાં 368 કુમાર અને 420 કન્યા મળી કુલ 788 બાળકો, ટંકારા તાલુકામાં 299 કુમાર અને 368 કન્યા મળી કુલ 666 બાળકો, વાંકાનેર તાલુકામાં 533 કુમાર અને 622 કન્યા મળી 1155 બાળકો અને હળવદ તાલુકામાં 524 કુમાર અને 557 કન્યા મળી 1081 બાળકોને પ્રવેશ આપવામાં આવનાર છે. સમગ્ર જિલ્લામાં 2517 કુમાર તેમજ 2429 કન્યા મળી કુલ 4946 બાળકો ધોરણ 9 માં પ્રવેશ મેળવી ઉચ્ચ અભ્યાસની સફરમાં આગળ વધશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments