Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના લક્ષ્મીનગર ગામે સરપંચ તરીકે 25 વર્ષીય સમીમબેન સુમરા 194 મતે વિજેતા...

મોરબીના લક્ષ્મીનગર ગામે સરપંચ તરીકે 25 વર્ષીય સમીમબેન સુમરા 194 મતે વિજેતા થયા

મોરબીના લક્ષ્મીનગર ગામને યુવા મહિલા સરપંચ મળ્યા છે. સરપંચ પદના ઉમેદવાર 25 વર્ષીય સમીમબેન સિકંદરભાઈ સુમરાનો વિજય થયો છે. સમીમબેન સુમરા પ્રથમ વખત સરપંચ બન્યા છે. સમીમબેન આ ચૂંટણીમાં 194 મતે વિજેતા થયા છે. જેને લઈને ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મતગણતરી કેન્દ્ર પર સમર્થકોએ ઢોલ વગાડીને જીતની ઉજવણી કરી હતી.

સરપંચ પદે ચૂંટાયેલા સમીમબેન સુમરાએ જણાવ્યું હતું કે, ગામના લોકોને સારો સાથ સહકાર મળતા વિજય થયો છે. આગામી દિવસોમાં ગામમાં સ્ટ્રીટલાઈટ નાખવામાં આવશે. ગામની શાળામાં ઉચ્ચ ધોરણોનો સમાવેશ થાય તેવા પ્રયત્નો કરીશું. ગામની મહિલાઓ પણ રોજગાર તરફ આગળ વધે તેવા પ્રયત્નો કરીશું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments