Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોદી સરકારના કાર્યકાળના 11 વર્ષ પૂર્ણ થતાં લાલપર ગામે "સંકલ્પ સે સિદ્ધિ"...

મોદી સરકારના કાર્યકાળના 11 વર્ષ પૂર્ણ થતાં લાલપર ગામે “સંકલ્પ સે સિદ્ધિ” અભિયાનનું આયોજન કરાયું

મોરબી: ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૧૧ વર્ષ પુર્ણ થતા સમગ્ર ભારતમા “ સંકલ્પ સે સિદ્ધિ “ અભિયાનનું આયોજન થયેલ છે. આ અભિયાન અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યો પેકી એક એટલે આયુષ્માન ભારત યોજના અંતર્ગત 70 વર્ષ કે તેથી વધુની ઉંમરના વડીલોને આયુષ્માન વય વંદના કાર્ડ’ કેમ્પનુ આયોજન ધારાસભ્ય દુર્લભજી ભાઇ દેથરીયા તથા જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી તથા જીલ્લા પંચાયત સદસ્ય જયંતિભાઈ પડસુંબીયા તથા તાલુકા પંચાયત પુર્વ ધનજીભાઇ દંતાલીયા તથા પુર્વ તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા તથા તાલુકા પંચાયત ચેરમેન રાજુભાઇ પરમાર તથા તાલુકા પંચાયત સભ્ય ગોરધનભાઇ સોલંકી તથા જાંબુડીયા સરપંચ રમેશભાઇ કણસાગરા તથા પાનેલી સરપંચ ગોતમભાઇ હડીયલ તથા ભગવાનજીભાઇ બેાપલીયા લાલપર સરપંચ રમેશભાઈ તથા ઉપસરપંચ રાજુભાઇ જેતપરીયા તથા ગ્રામ પંચાયત સભ્યની ઉપસ્થિતિમાં લાલપર ગામે કરવામાં આવ્યું હતું. વધુમાંમા પુર્વ તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા એ જણાવ્યું કે આ કાર્યક્રમમાં 70 વર્ષ કે તેથી વધુ ઉંમર ના 100% વડીલોને 5 લાખની મફત સારવાર મળે (આયુષ્યમાન વય વંદના કાર્ડ)એ પણ આવક મયાર્દા વિનાએ લક્ષ્યાંક સાથે ભારતીય જનતા પાર્ટી એ આ અભિયાન હાથ ધરવામાં આવેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments