Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના મકનસર નજીક ચાર શખ્સો બે ટ્રકની ડીઝલ ટેન્કમાંથી કેરબા ભરી ગયા

મોરબીના મકનસર નજીક ચાર શખ્સો બે ટ્રકની ડીઝલ ટેન્કમાંથી કેરબા ભરી ગયા

મોરબી જિલ્લામાં અવાર નવાર હાઇવે હોટલ ઉપર પાર્ક થયેલા ટ્રકમાંથી ડીઝલ તેમજ બેટરીની ચોરી થતી હોવાની ઘટનાઓ બની રહી છે ત્યારે ગઈકાલે વહેલી સવારે મકનસર નજીક ધરમ કાટા પાસે પાર્ક થયેલા એક આઇસર ટ્રક તેમજ ટ્રેઇલરની ડીઝલ ટેન્કમાંથી બલેનો કારમાં આવેલ ચાર શખ્સો ડીઝલની ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

મોરબીના મકનસર પાસે આવેલ ધરમ કાંટા પાસે ટ્રક ટ્રેઇલર પાર્ક કરનાર મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં કચ્છમાં રહેતા ફરિયાદી ટ્રક ચાલક રામભાઈ ધરમારામ સાઈ ઉ.31 નામના યુવાને મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત રાત્રીના તમને ધરમ કાંટા પાસે ટ્રક પાર્ક કર્યો હતો ત્યારે વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં કાળા કલરની બલેનો કારમાં આવેલ ચાર શખ્સોએ તેમના ટ્રકમાંથી તેમજ બાજુમાં પડેલા આઇસર ટ્રકમાંથી રૂપિયા 29,700ની કિંમતના 330 લિટરની ડીઝલની ચોરી કરી નાસી ગયા હતા.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અજાણી બલેનો કારમાં આવેલ ચાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments