Monday, August 4, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીની માધાપરવાડી શાળામાં મન મોહક પ્રવેશ મહોત્સવ યોજયો

મોરબીની માધાપરવાડી શાળામાં મન મોહક પ્રવેશ મહોત્સવ યોજયો

મોરબી :મોરબીની માધાપરવાડી શાળામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર ધારાસભ્ય તેમજ મહાનુભાવોની ઉપસ્થિતમાં મન મોહક પ્રવેશ મહોત્સવ યોજાયો હતો.

મોરબીની માધાપરવાડી શાળામાં અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં 90 નેવું બાળકોને બાલવાટીકામાં પ્રવેશ આપાયો છે. મોરબીની માધાપરવાડી શાળાના વર્ષ દરમ્યાન 100% હાજરી ધરાવનાર તેમજ વાર્ષિક પરિક્ષા જ્ઞાન સાધના,જ્ઞાનસેતુ અને NMMS વગેરે પરીક્ષામાં ઉચ્ચત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓ અને દાતાઓને સન્માનિત કરાયા હતા.

સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા એકસો પાંચ વિદ્યાર્થીનીઓ માટે ચાલતા ટ્રાન્સપોર્ટેશન વાહન સુવિધાને લીલી ઝંડી અપાઈ હતી.

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ એટલે બાળકોનો,બાળકો માટેનો, બાળકો દ્વારા ચાલતો કાર્યક્રમ, વર્ષ 2002/03 થી શરૂ થયેલ આ પરંપરાનો આ વર્ષે પચીસમાં વર્ષે પ્રવેશ પ્રવેશ્યો ત્યારે ચાલુ વર્ષે માધાપરવાડી શાળા કુમાર અને કન્યા શાળામાં પ્રવોશોત્સવનું મનમોહક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 90 નેવું બાળકોએ ધોરણ બાલવાટીકામાં પ્રવેશ મેળવ્યો આ બધાજ બાળકોને ડીજેપી કન્યા વિદ્યાલયના નિવૃત્ત શિક્ષિકા નિતાબહેન પટેલ તરફથી શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ હતી. આંગણવાડીના બાળકોને પણ પ્રવેશ અપાયો હતો.ત્રણ કિલોમીટર દૂરથી આવતી 105 વિદ્યાર્થીનીઓ માટે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા બાળકોને ઘરેથી શાળા સુધી લાવવા લઈ જવા માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધા ચાલતી હોય ટ્રાન્સપોર્ટ વાહનને લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરવાયું હતું.આર્થિક યોગદાન આપનાર દાતાઓને સાલ ઓઢાડી બહુમાન કરાયું હતું.ધો.3 થી 8 માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર તેમજ વર્ષ દરમ્યાન શાળામાં 100 % હાજર રહેનાર,જ્ઞાન સાધના,જ્ઞાનસેતુ, જવાહર નવોદય વિદ્યાલય તેમજ NMMS પરીક્ષામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનારને શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરાયા હતી, આ પ્રસંગે ખુબજ આગવી શૈલીમાં અમૃત વચન રજૂ કરનાર હેન્સી દિલીપભાઈ પરમાર મહાનુભાવો દ્વારા સન્માન કરાયું હતું.આ પ્રસંગને દિપાવવા સ્વપ્નિલ ખરે મ્યુનિસિપલ કમિશ્નર મોરબી મહા નગરપાલિકા,કાંતિભાઈ અમૃતિય ધારાસભ્ય મોરબી -માળીયા પ્રવીણભાઈ સોનગ્રા ચેરમેન કારોબારી ચેરમેન જિલ્લા પંચાયત મોરબી જે.જે.રાચ્છ કાર્યપાલક એન્જીનીયર વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને દિપાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દિનેશભાઈ વડસોલા તુષારભાઈ બોપલીયા બંને આચાર્યો તેમજ તમામ શિક્ષક ભાઈઓ-બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments