મોરબી : મોરબી તાલુકા પોલીસ દ્વારા પીપળી ગામની સીમમાં રહેણાંક મકાનમાં છુપાવેલ બિયર અને દારૂના રૂ.૨૫ હજારના જથ્થા સાથે એકને પકડી પાડવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેકટર એન.આર.મકવાણા અને પોલીસ કોન્સ.પંકજભા ગઢડા અને જયદીપભાઈ પટેલ ની બાતમીના આધારે મળેલ કે પીપળી ગામની સીમમાં માનસધામ સોસાયટી નં.૦૧, આરોપી કેતનભાઈ કુબેરભાઈ પરમારના રહેણાક મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી ચોરી છુપીથી તેનુ વેંચાણ કરે છે. જેના આધારે દરોડો પાડતા કેતનભાઇ કુબેરભાઇ પરમાર ઉ.વ.૨૫ વાળાને ઇંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ-૩૫ કિ.રૂ.૧૬૫૫૦/- તથા બીયરના ટીન નંગ-૮૮ કિ.રૂ.૮૮૦૦/- મળી કુલ કિં.રૂ.૨૫,૩૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પો.સ.ઇ બી.એમ.બગડા ચલાવી રહેલ છે.











