Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ખાનપરમા પારકી જમીન બે સગાભાઈઓએ પચાવી પાડતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

મોરબીના ખાનપરમા પારકી જમીન બે સગાભાઈઓએ પચાવી પાડતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

મોરબી : મોરબી તાલુકાના ખાનપર ગામે કરોડોની કિંમતી પારકી જમીન બે સગાભાઈઓએ પચાવી પાડી ખેતી કરવાનું શરૂ કરી કબજો કરી લેતા આ મામલે જમીન માલિકે લેન્ડગ્રેબિંગ એકટ મુજબ પગલાં ભરવા કરેલી અરજી મંજુર થતા મોરબી તાલુકા પોલીસ મથકમાં બે આરોપીઓ વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ નોંધાઇ છે.

મોરબી તાલુકાના ખાનપર ગામના રેવન્યુ સર્વે નંબર 34 પૈકી 9ની બે એકર જમીન ધરાવતા વસંતભાઇ છગણભાઇ રાજકોટિયા રહે.એસપી રોડ મોરબી વાળાની આ જમીન ખાનપર ગામના રહેવાસી એવા આરોપી પ્રકાશ તરસીભાઈ જીવાણી અને કલ્પેશ તરશીભાઈ જીવાણી નામના શખ્સોએ જૂન 2024થી કબ્જે કરી આ જમીનમાં ઉપજ લઈ આર્થિક ઉપાર્જન કરતા હોય ફરિયાદી વસંતભાઇએ જિલ્લા કલેકટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ પગલાં ભરવા અરજી કરતા અરજી મંજુર થતા મોરબી તાલુકા પોલીસ બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments