મોરબી : મોરબીમાં છેલ્લા બે દિવસથી વરસાદ વાતાવરણથી સતત ધીમીધારે વરસતા વરસાદ વચ્ચે આજે સવારથી જ મોરબીમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને મોરબીમાં આકાશમાં ઘટોટપ કાળા ડિબાંગ વાદળો વચ્ચે સતત ધીમીધારેએ વરસાદ વરસ્યો હતો. આખો દિવસ વરસાદ પડ્યો હતો અને વરસાદ એકરસ થઈ ગયો હતો. ભર અષાઢી માહોલમાં વરસાદથી ચોમાસુ બરાબર જામી જતા ખેડૂતો અને લોકોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી. આજે દિવસભર ક્યારેક ભારે તો ક્યારેય ધીમીધારે વરસાદ વરસાવી મેઘરાજાએ ઘરાને તૃપ્ત કરી છે. હજુ પણ વરસાદી માહોલ વચ્ચે વરસાદ ચાલુ રહ્યો છે.












