Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ગર્ભાશયની ગાંઠનું ઓપરેશન કરવા લાંચ મંગનાર સિવિલના તત્કાલીન ડોક્ટર અને નર્સને...

મોરબીમાં ગર્ભાશયની ગાંઠનું ઓપરેશન કરવા લાંચ મંગનાર સિવિલના તત્કાલીન ડોક્ટર અને નર્સને 5 વર્ષની કેદ

મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલમાં 17 વર્ષ પૂર્વે ગર્ભાશયની ગાંઠના ઓપરેશન કરી સારી સારવાર આપવાના બદલામાં રૂપિયા 6 હજારની લાંચ માંગનાર તત્કાલીન તબીબ અને નર્સને મોરબીની સ્પેશિયલ એસીબી અદાલતે 5 વર્ષની જેલની સજા ઉપરાંત દસ-દસ હજારનો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો હતો.આ કેસમાં એસીબીના હાથે નર્સના માતા લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. જો કે,કાનૂની કાર્યવાહી દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.

મોરબીના બોરીચાવાસમાં રહેતા અસલમ ગુલામહુસેન કાઠિયાવાડીના પત્નીને અતિ રક્તસ્ત્રાવ થતો હોવાથી વર્ષ 2008ના માર્ચ મહિનામાં પહેલા ખાનગી હોસ્પિટલ બાદ મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા જ્યાં તમામ રિપોર્ટ અને સીટી સ્કેન થયા બાદ ફરજ ઉપરના નર્સ હીનાબેન નરભેરામભાઈ સાવરિયાએ કહ્યું હતું કે, બહાર ખાનગી હોસ્પિટલમાં આ ઓપરેશન કરવો તો 40થી 45 હજારોનો ખર્ચ થાય પરંતુ તમે રૂપિયા 6000 આપો તો ડો.પંકજકુમાર ગોબરભાઇ ગોંડલીયા સારી રીતે ઓપરેશન કરી આપશે.

બીજી તરફ ફરિયાદી અસલમ ગુલામહુસેન કાઠિયાવાડી લાંચની રકમ આપવા માંગતા ન હોય એસીબીમાં જાણ કરતા છટકું ગોઠવવામાં આવ્યું હતું જેમાં ઓપરેશન બાદ ફરિયાદીના પત્નીને હોસ્પિટલ કેમ્પસમાં ક્વાટર્સ ધરાવતા હીનાબેન સાવરિયાના ઘેર લઇ જવામાં આવ્યા હતા અને હિનાબેનના માતાએ લાંચની રકમ સ્વીકારતા એસીબીએ રંગે હાથ ઝડપી લીધા હતા. આ ચકચારી કેસમાં નર્સના માતા એસીબીના હાથે ઝડપાઇ ગયા બાદ ટ્રેંપિંગ અધિકારીના મોબાઇલમાંથી નર્સ હીનાબેન સાવરિયાએ ડો.ડો.પંકજકુમાર ગોબરભાઇ ગોંડલીયાને ફોન કરી પોતે લાંચ લેતા પકડાયા હોવાનું કહેતા ડોકટરે તમારે ધ્યાન રાખવું જોઈએ તેવું કહેતા અદાલતમાં જુબાની દરમિયાન પણ આ મુદ્દો મહત્વનો સાબિત થયો હતો. આ કેસમાં અદાલતે નર્સ હીનાબેન નરભેરામભાઈ સાવરિયા અને ડો.પંકજકુમાર ગોબરભાઇ ગોંડલીયાને કસુરવાન સાબિત માની પાંચ વર્ષની કેદ અને 10-10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકારપક્ષે એસ.સી.દવે રોકાયેલા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments