મોરબી : નવયુગ કોલજ કેમ્પસમાં B.sc, BBA, B.com, BCA, MBA, M.Sc એમ કુલ દસ કોલેજોનો સમાવેશ થાય છે. હાલ નવું શૈક્ષણિક સત્ર થયું છે. નવયુગની અંદર પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલા લગભગ 600 વિદ્યાર્થીઓ માટે સુસ્વાગતમ્ સમારોહનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વાગત સમારોહના મુખ્ય વક્તા તરીકે નામાંકિત હાસ્ય કલાકાર, લેખક, મોટીવેશનલ સ્પીકર સાંઈરામ દવે ઉપસ્થિત રહ્યાં હતા. સાઈ રામ દવેએ પ્રથમ વર્ષના વિધાર્થીઓ કે જેમની કોલેજ લાઇફ શરૂ થવાની છે એમના માટે સરસ સૂત્રો આપ્યા, શિક્ષણ, કેળવણી, સ્કીલ, નિષ્ફળતાએ સફળતાની વિરોધી નહીં પણ પૂરક, આવા ઘણા જીવનલક્ષી મૂલ્યો ખૂબ જ સરળ અને સમજી શકાય એવી શૈલીમાં પીરસ્યા હતા અને હાસ્યની સાથે જીવન જીવવાની રીત પણ શીખવી. વિધાર્થીઓ જીવનને સુખમય તેમજ શાંતિપૂર્ણ બનાવવા માટે ઉપયોગી એવા જડીબુટ્ટી સમાન સૂત્રો પણ આપ્યા હતા.
કોલેજની નવી શરૂઆત કરનારા વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ કોલેજ લાઈફ કેવી હોય, તેઓ દરેક જગ્યાએથી જ્ઞાન મેળવી શકે, માત્ર પુસ્તકને લગતું નહી પણ સર્વાંગી વિકાસ થાય એવું શિક્ષણ મેળવવું વગેરે જેવા વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું.આ કાર્યક્રમમાં નવયુગ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રંજનબેન કાંજીયા મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસવાડિયા તેમજ તમામ કોલેજના પ્રિન્સિપાલ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રેસિડેન્ટ પી.ડી.કાંજીયાના માર્ગદર્શનથી સફળ રહ્યો હતો.













