Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ઇન્ડિયન લાયન્સના 30માં ફાઉન્ડેશન ડેની ધામધૂમથી ઉજવણી

મોરબીમાં ઇન્ડિયન લાયન્સના 30માં ફાઉન્ડેશન ડેની ધામધૂમથી ઉજવણી

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઇન્ડિયન લાયન્સ ના 30માં ફાઉન્ડેશન ડેની ધામધૂમપૂર્વક હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

સ્વદેશી તેમજ રાષ્ટ્રવાદી વિચારધારાઓને વરેલી એવી ઇન્ડિયન લાયન્સ ક્લબ ના ફાઉન્ડેશન ડેની ઉજવણી બીજી જુલાઈના રોજ ઇડનહીલ્સ ખાતે કરવામાં આવી હતી. 1995 બીજી જુલાઈ ના રોજ વડોદરા મુકામે ઇન્ડિયન લાયન કૌશિક બુમિયા તેમજ તેમના અન્ય સાથીઓને ભારતના પૈસા તેમજ અન્ય ડ્યુસ ભારતીયોને જ ઉપયોગમાં આવે તેવા ઉમદા વિચારથી ઇન્ડિયન લાયન્સ ક્લબની સ્થાપના કરવામાં આવી હતી.. જે આજે વટ વૃક્ષ બનીને ગુજરાતના અનેક શહેરોમાં પોતાની આગવી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સદાય અગ્રેસર રહી છે. ભારતીયતાને વરેલા આ વિચારને વધુ આગળ વધારવા તેમજ ઇન્ડિયન લાયન્સનો વ્યાપ વધારવામાં જેમનો સિંહ ફાળો છે તેવા ઈન્ડિયન લાયન હિતેશભાઈ પંડ્યા તથા ઇન્ડિયન લાયન આશાબેન પંડ્યાનો મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબે ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે ઇન્ડિયન લાયન્સ ક્લબ એક ફેમિલી ક્લબ હોવાથી બધાએ સાથે મળીને ઇન્ડિયન લાયન્સ ક્લબના સ્થાપના દિવસની ઉજવણી કેક કટીંગ, ઘણી બધી ગેમો રમાડી તેમજ સંગીતમય ગીતો સાથે ઉજવણી કરી હતી . ઇસ 2017માં મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની સ્થાપના થઈ ત્યારથી આજ સુધીમાં મોરબીના મેમ્બર બહેનો તેમજ આ સંસ્થાને આગળ વધારવા માટે તમામ દાતાઓ તેમજ મોરબીની જનતાનો ફાઉન્ડર શોભના બા ઝાલા, પાસ્ટ પ્રેસિડેન્ટ પ્રીતિબેન દેસાઈ ,નયનાબેન બારા ,ઇમિડીયેટ પાસ્ટ પ્રેસિડન્ટ મયુરબેન કોટેચા તેમ જ હાલના પ્રેસિડેન્ટ ડોક્ટર સુષ્માબેન દુધરેજીયાએ ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments