Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લાના 26 પોલીસ કર્મીઓની બદલી

મોરબી જિલ્લાના 26 પોલીસ કર્મીઓની બદલી

મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા 26 જેટલા એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ સહિતના પોલીસ કર્મચારીઓની બદલીના હુકમો કરવામાં આવ્યા છે.

જેમાં વાંકાનેર સિટીના દેવેન્દ્રસિંહ ઝાલાની હળવદ, હળવદના લાલભા ચૌહાણની મોરબી તાલુકા, હળવદના તેજપાલસિંહ ઝાલાની એમટી વિભાગ, ટંકારાના મહેશકુમાર ઇસરાણીની પોલીસ હેડ ક્વાર્ટર, હળવદના સતીશ બસિયાની વાંકાનેર સીટી, મોરબી સીટી બી ડિવિઝનના ભાવેશ ડાંગરની માળિયા, મોરબી સીટી એ ડિવિઝનના હસમુખ ચાવડાની ટ્રાફિક શાખા, સાયબર ક્રાઇમના નિર્મળસિંહ જાડેજાની એલસીબી, હેડ ક્વાર્ટરના વિજયકુમાર ચાવડાની હેડ ક્વાર્ટર વાયરલેસ શાખા, હેડ ક્વાર્ટરના રોહિતકુમાર દેત્રોજાની ટ્રાફિક શાખા, મોરબી સીટી બી ડિવિઝનના જીતેન્દ્રકુમાર અઘારાની વાંકાનેર તાલુકા, હળવદના મયુર ચાવડાની મોરબી સીટી બી ડિવિઝન, મોરબી સીટી બી ડિવિઝનના દીપકભાઈ કાઠીયાની માળિયા, હેડ ક્વાર્ટરના મોહમ્મદરેનીસ કડીવારની વાંકાનેર તાલુકા, ટંકારાના રમેશભાઈ રાઠોડની મોરબી સીટી એ ડિવિઝન, હેડ ક્વાર્ટરના ભૂમિ સોલંકીની મહિલા પોલીસ સ્ટેશન, મોરબી તાલુકાના હરવિજયસિંહ ઝાલાની હળવદ, મહિલા પોલીસ સ્ટેશનના મયુરધ્વજસિંહ જાડેજાની વાંકાનેર સીટી, વાંકાનેર વિભાગના વિજયકુમાર મીયાત્રાની મોરબી તાલુકા, ટંકારાના જયેન્દ્રસિંહ ઝાલાની માળિયા, માળિયાના સુરેશભાઈ પરમારની હળવદ, ટ્રાફિક શાખાના નાગદાનભાઈ ગઢવીની મોરબી તાલુકા, મોરબી સીટી એ ડિવિઝનના પ્રદીપસિંહ ઝાલાની એલસીબી, વાંકાનેર સિટીના રમેશચંદ્ર મિયાત્રાની મોરબી સીટી એ ડિવિઝન, મહિલા પોલીસ સ્ટેશનના મુકેશભાઈ જીલરીયાની જિલ્લા કંટ્રોલ અને મોરબી તાલુકાના યશવંતસિંહ ઝાલાની મોરબી સીટી બી ડિવિઝનમાં બદલી કરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments