Sunday, April 12, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં નવરંગ નેચરલ કલબ રાહત ભાવે વિવિધ વસ્તુઓનું વેચાણ કરશે

મોરબીમાં નવરંગ નેચરલ કલબ રાહત ભાવે વિવિધ વસ્તુઓનું વેચાણ કરશે

મોરબી : મોરબીમાં નવરંગ નેચરલ કલબ દ્વારા તા. 9-7-2025 ને બુધવારના રોજ સવારે 8 થી 1 કલાક દરમ્યાન મોરબી-2 રામકૃષ્ણ જનકલ્યાણ રીલીફ સોસાયટી બાપા સીતારામ ચોક પોસ્ટ ઓફિસ સામે સદગુરૂ પાન સેન્ટર ખાતે રાહતભાવે વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.

જેમાં દરેક જાતના ફુલ છોડના કલમી રોપા, 26 પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, કેવડો, ગલગોટા, દરેક જાતના દેશી ઓસડીયા, હાથેથી ખાંડેલા હરડે, બહેડા, આમળા, અરીઠા, શિકાકાઈ, ત્રિફળા, સરગવો, મેથી, સિંધાલૂણ, પાવડર, ચુર્ણ, સુધ્ધ ચોખ્ખું મધ, એલોવેરા, લીમડાના-અરીઠા-શિકાકાઈ સાબુ, ધુપ, અગરબત્તી, ગુગળ, કપુર, હવન, સામગ્રી, દેશી ખાંડ, ગોળ, તલ, મગફળીનું તેલ, હાથેથી બનાવેલ તાવડી, પાટીયા, કુંડા, કપ-રકાબી, બરણી, ગ્લાસ, ખાતર વગેરે મળશે. આ સંસ્થા દર મહિનાના બીજા બુધવારે ખેડુત હાટ ભરે છે. વધુ માહિતી માટે રામભાઈ આહીર મો.નં. 9825109184, લાલુભા એમ. ઝાલા મો. નં. 9879253410 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments