મોરબી : મોરબીના બોરીચાવાસ વિસ્તારમાં રસ્તે જતા બહેન દીકરીઓની છેડતી કરતા શખ્સોએ વૃદ્ધના દીકરાની વહુઓ પસાર થાય ત્યારે હોર્ન વગાડી પરેશાન કરતા હોય વૃધ્ધ આરોપીઓને ઠપકો દેવા જતા છ શખ્સોએ ઢીકા પાટુનો માર મારી છરી વડે હુમલો કરતા ફરિયાદ નોંધાઇ છે.
મોરબીના બોરીચાવાસ વિસ્તારમાં રહેતા મોહનભાઇ ટપુભાઈ જારીયા ઉ.64 નામના વૃદ્ધએ આરોપી અરમાન જેરુભાઈ, શાહરુખ હુસેનભાઈ, મહેફીઝ, ભભૂડો મહમદભાઈ, રફીક હુસેન અને અફઝલ શબિર રહે.તમામ બોરીચાવાસ મોરબી વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપીઓ ફરિયાદીના દીકરાની વહુઓ નીકળતા હોર્ન મારી હેરાન કરતા હોય આરોપીઓને ટપારતા તમામ આરોપીઓએ એક સંપ કરી ઢીકા પાટુનો માર મારી હાથમાયા છરી વડે ઇજાઓ પહોંચાડી હતી.બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.