Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના શનાળા રોડ પર સરકારી કર્મચારી સોસાયટીમાં ફળિયામાં ગટર ગંદકીથી રહીશોના આરોગ્ય...

મોરબીના શનાળા રોડ પર સરકારી કર્મચારી સોસાયટીમાં ફળિયામાં ગટર ગંદકીથી રહીશોના આરોગ્ય પર ખતરો

મોરબી :મોરબીના શનાળા રોડ સ્વામિનારાયણ મંદિર સામે આવેલી સરકારી કર્મચારી સોસાયટીમાં છેલ્લા બે મહિનાથી ગટર ઉભરાઈ છે. આ ગટરના ગંદા પાણી ઘરના ફળિયામાં ઘુસી જાય છે અને હાલ વરસાદી વાતાવરણમાં ગટર ઉભરવાની સમસ્યાએ માજા મૂકી છે. તેથી આ ગટરની ગંદકીથી સોસાયટીના રહીશોના આરોગ્ય જોખમ ઉદ્દભવ્યું છે. આ અંગે સોસાયટીના રહીશ પ્રદ્યુમનસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, મનપામાં આ ગટરની સમસ્યા અંગે રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. દરમિયાન હમણાં જન આંદોલન બાદ કલેકટર અને કમિશનરે દરેક સમસ્યાના ઉકેલ માટે મનપાના કર્મચારીઓના હેલ્પલાઇન નંબર જાહેર કરાયા હતા. એમાં ત્રણ વખત ફોન કરવા છતાં માત્ર વાયદાઓ જ કરવામાં આવે છે .તેથી આવા હેલ્પલાઈન નંબર જાહેર કરવાનો શુ અર્થ ? તેવો સવાલ ઉઠાવી તેમણે તેમની સોસાયટીની ગટરની સમસ્યાના ઉકેલની માંગ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments